Video: થૂથુકુડીમાં કમોસમી વરસાદને કારણે દિવાળીની ખરીદી પ્રભાવિત

સોર્સ: gstv

દિવાળી પર્વ પૂર્વે થૂથુકુડી જિલ્લામાં શરૂ થયેલા વરસાદે વેપારીઓ અને ગ્રાહકોની ચિંતામાં વધારો કર્યો છે. બજારોમાં કાપડ, ફટાકડા અને મીઠાઈની દુકાનો સજાવીને બેઠેલા વેપારીઓને કમોસમી વરસાદના લીધે ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત ઝાપટાં અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે લોકો ખરીદી માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તહેવારના મુખ્ય દિવસોમાં જ ગ્રાહકોની સંખ્યા ઘટતાં સ્થાનિક વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત