મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આઠ સાંસદો બજેટ સત્રમાંથી સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા ન દેવાતા સ્પીકર પર ફેંક્યા હતા કાગળો

લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદમાં બોલતા

આઠ સાંસદો બજેટ સત્રમાંથી સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા ન દેવાતા સ્પીકર પર ફેંક્યા હતા કાગળો

લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવાના વિરોધમાં વિપક્ષના કેટલાક સાંસદો નારાજ થયા હતા અને તેઓએ પીઠાસીન અધિકારી દિલીપ સૈકિયા તરફ કાગળો ફેંક્યા હતા. જેને લઈને વિપક્ષના આઠ સાંસદોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. 

ગૃહમાં વિપક્ષના આઠ સાંસદો સસ્પેન્ડ

હોબાળાના કારણે આજે લોકસભામાં સતત ત્રણ વખત કાર્યવાહી અટકાવી પડી હતી. ત્યારબાદ ત્રણ વાગે ચોથી વખત કાર્યવાહી શરુ કરવામાં આવી ત્યારે વિપક્ષના સભ્યો તરફથી પીઠાસીન અધિકારી તરફ પેપર ઉછાળવામાં આવ્યા હતા, જેને લઈને વિપક્ષના આઠ સભ્યોને બજેટ સત્રની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
 
https://twitter.com/AHindinews/status/2018674131760509431

સસ્પેન્ડનો પ્રસ્તાવ પસાર કરાયા બાદ પણ કાગળો ફેંક્યા

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ આપ્યા બાદ તેને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ પસાર થયા છતાં વિપક્ષના સભ્યોએ તેમના પર કાગળો ફેંક્યા હતા.

સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામ

વિપક્ષના સભ્યોની હરકતથી લોકસભામાં હોબાળો મચી ગયો છે. ત્યારબાદ પીઠાસીન અધિકારીએ નિયમ-374 હેટળ સાંસદો મણિકમ ટેગોર, ગુરજીત ઔજલા, રાજા વડિંગ, હિબી ઈડન, કિરણ રેડ્ડી અને વેંકટ રમનને બાકીના સત્રમાં સસ્પેન્ડ કરી દીધા છે.

રાહુલને ભાષણ કરતા અટકાવાતા ભડક્યા હતા

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન આજે સતત બીજા દિવસે ભારે હોબાળો ચાલી રહ્યો છે. રાહુલ બાદ સમાજવાદી પાર્ટી, તૃમણુલ કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિપક્ષની પાર્ટીઓના સાંસદોએ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં આવી ગયા હતા અને પેપરો ઉછાળ્યા હતા.

આ સમાચાર શેર કરો