મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલકાતા કાંડમાં EDની એન્ટ્રી, સંદીપ ઘોષના ઘર સહિત 6 જગ્યાએ 100થી વધુ લોકોની ટીમે પાડ્યા દરોડા

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ

કોલકાતા કાંડમાં EDની એન્ટ્રી, સંદીપ ઘોષના ઘર સહિત 6 જગ્યાએ 100થી વધુ લોકોની ટીમે પાડ્યા દરોડા

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ લાગ્યો છે. બળાત્કાર બાદ હત્યા કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે. ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તપાસમાં જોડાયું છે. આજે ઈડીએ સંદીપ ઘોષ સાથે સંકળાયેલી 6 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીની 100થી વધુ લોકોની ટીમે દરોડા પાડ્યા છે.

કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે જોડાયેલા આરજી કર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે EDએ સંદિપ ઘોષના ઘર સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે. હુગલીની એક જગ્યામાં આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નજીકના સંબંધીઓનું ઘર પણ સામેલ છે.

મેડિકલ કોલેજમાં નાણાકીય અનિયમિતતાનો મામલો સીબીઆઈને સોંપવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે ઘોષે 4 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે આજે સુનાવણી થશે.

જણાવી દઈએ કે, હાઈકોર્ટે રેપ-મર્ડર કેસ અને હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિની તપાસ 13 ઓગસ્ટે સીબીઆઈને સોંપી હતી. આ દરમિયાન સીબીઆઈએ 2 સપ્ટેમ્બરે સંદીપ ઘોષની ધરપકડ કરી હતી. 3 સપ્ટેમ્બરના રોજ, ઘોષને અલીપોર જજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને અને અન્ય ત્રણને 8 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો