મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્વ DMK નેતા અને તમિલ ફિલ્મ પ્રોડ્યુસર પર EDની કાર્યવાહી, હોટલ, બંગલા સહિત 55 કરોડની સંપત્તિ જપ્ત

ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી હતી. EDએ ચેન્ના

પૂર્વ DMK નેતા અને તમિલ ફિલ્મ પ્રોડ્યુસર પર EDની કાર્યવાહી, હોટલ, બંગલા સહિત 55 કરોડની સંપત્તિ જપ્ત

ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી હતી. EDએ ચેન્નાઈ સ્થિત ડીએમકેમાંથી હાંકી કઢાયેલા નેતા જાફર સાદિક અને તેના કેટલાક સહયોગીઓ સામે ડ્રગ્સ મની લોન્ડરિંગ કેસમાં રૂ. 55.30 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં મર્સિડીઝ અને જગુઆર જેવી 7 મોંઘી કાર, JSM રેસિડેન્સી હોટેલ, એક આલીશાન બંગલા સહિત 14 પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. 

જણાવી દઈએ કે, તમિલ ફિલ્મ પ્રોડ્યુસર જાફર સાદિક ડીએમકે સાથે સંકળાયેલા છે. ડીએમકે નેતા જાફર પર ડ્રગ્સના પૈસાનો ઉપયોગ હોટલ બનાવવા, પ્રોપર્ટી ખરીદવા અને ડીએમકેને ફંડ આપવામાં કર્યો હોવાનો આરોપ લગાવાયો છે. ડ્રગ્સના પૈસાથી તેઓએ ફિલ્મોમાં પણ રોકાણ કર્યું છે. 

EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ થકી આ મિલકતો પ્રાપ્ત કરી હતી. જેને પગલે જૂનમાં 36 વર્ષીય સાદિકની ધરપકડ કરી હતી જ્યારે તેના ભાઈ મોહમ્મદ સલીમની ઓગસ્ટમાં અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ફેડરલ એજન્સીએ 2 સપ્ટેમ્બરે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ JSM રેસિડેન્સી હોટેલ, બંગલો, મોંઘી કાર સહિત 14 મિલ્કતો ટાંચમાં લેવા આદેશ જારી કર્યો હતો.

આ સમાચાર શેર કરો