મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ED આ સ્કેમ પીડિતોને વહેંચશે પૈસા, વેચવા જઈ રહી છે આરોપીઓની આટલી સંપત્તિ

ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી સ્કેમનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી

ED આ સ્કેમ પીડિતોને વહેંચશે પૈસા, વેચવા જઈ રહી છે આરોપીઓની આટલી સંપત્તિ

ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી સ્કેમનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી રહ્યું છે. તેની શરૂઆત પણ કરવામાં આવી હોવાના સમાચાર છે. જેના કારણે 6 હજાર કરોડથી વધુની અટેચ્ડ એસેટ્સ વેચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટ અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પણ ગરીબ રોકાણકારોને 'ગુનાની રકમ' પરત કરવાની તરફેણ કરી હતી.

આ પણ વાંચો: શા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ? જાણો આને લગતા મહત્ત્વના તથ્યો અને સૂત્રો

ખાસ વાત એ છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ કાયદામાં ફેરફારની શક્યતાઓ શોધી રહ્યા છે, જેથી છેતરપિંડીનો શિકાર બનેલા રોકાણકારો અટેચ્ડ એસેટ્સનો ઉપયોગ કરીને તેમના પૈસા પાછા મેળવી શકે.

આટલી સંપત્તિ વેચાશે

અહેવાલ મુજબ, એગ્રી ગોલ્ડ પોન્ઝી સ્કેમના 32 લાખ પીડિતોને પૈસા પરત કરવા માટે 6,000 કરોડ રૂપિયાથી વધુની અટેચ્ડ એસેટ્સ વેચવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે જ, ED એગ્રી ગોલ્ડ કંપની અને તેના પ્રમોટરો વિરુદ્ધ હૈદરાબાદની PMLA કોર્ટમાં ગઈ હતી. એજન્સીએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશામાં અટેચ્ડ એસેટ્સના નિકાલની માંગ કરી હતી.

રિપોર્ટ અનુસાર, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "ED દ્વારા જે પ્રોપર્ટીના સંદર્ભમાં અરજી દાખલ કરવામાં આવી છે તેમાં 2310 રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ, એપાર્ટમેન્ટ્સ, એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે." 2310 અટેચ્ડ એસેટ્સમાંથી 2254 આંધ્રપ્રદેશમાં, 43 તેલંગાણામાં, 11 કર્ણાટકમાં અને 2 ઓડિશામાં છે, અગાઉ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે APPDFE એક્ટ હેઠળ CID દ્વારા અટેચ્ડ એસેટ્સ પરત કરવાની મંજૂરી આપી હતી.

શું છે આ મામલો?

એગ્રી ગોલ્ડ સ્કીમના એજન્ટોએ 32 લાખ ગ્રાહકો પાસેથી 6,400 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી હતી. આંધ્રપ્રદેશ CIDએ અગાઉ પણ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને માંગણી કરી હતી કે અને EDએ અટેચ્ડ એસેટ્સની નોંધણી કરવાની માંગ કરી છે, જેથી પીડિતોમાં પૈસા વહેંચી શકાય. EDએ એગ્રી ગોલ્ડ ગ્રુપ અને તેના પ્રમોટર વેંકટ રામા રાવ, તેમના પરિવારના સભ્યો વેંકટ સેશુ નારાયણ અને અવા હેમા સુંદર વારા પ્રસાદની ડિસેમ્બર 2020માં ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો