UP પેટા ચૂંટણી: સપાની ફરિયાદ પર ECનું એક્શન, 7 પોલીસ કર્મી સસ્પેન્ડ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી સાથે ઉત્તર પ્રદેશમાં પણ 9 બેઠક પર પેટા ચૂંટણી ય

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી સાથે ઉત્તર પ્રદેશમાં પણ 9 બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. સમાજવાદી પાર્ટીની ફરિયાદ પર ચૂંટણી પંચે 7 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે.
ઉત્તર પ્રદેશના 7 પોલીસ અધિકારી સસ્પેન્ડ
ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીમાં વિવાદ થયો છે. સીસામઉ, કુંદરકી જેવી બેઠક પર વિવાદ થયો છે. સમાજવાદી પાર્ટીની ફરિયાદ અને અલગ અલગ માધ્યમથી ગડબડ બાદ ચૂંટણી પંચે 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કાનપુરના સીસામઉમાં 2 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુરાદાબાદમાં 3 પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે મુજફ્ફરનગરમાં 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લખનૌમાં અખિલેશ યાદવે કહ્યું કે કુંડારકી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રદીપ સેહરાવત, એડીએમ મુરાદાબાદ, કમિશનર આંજનેયનું નામ કોણ નથી જાણતું, સીસામઉના ડીએસપી દિનેશ ત્રિપાઠી, ઇંસ્પેક્ટર ચમન ગંજ દિનેશ બિસ્ટ, રમેશ શ્રીવાસ્તવ ઇંસ્પેક્ટર કર્નલગંજ, અહીં બધા વોટ સપાને મળી રહ્યાં છે પરંતુ આ અધિકારી ગડબડ કરાવી રહ્યાં છે. ભાજપ જેવો કોઇ જૂઠો નથી. ભાજપના વોટર ખુદ નીકળતા નથી.






