VIDEO : જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સોર્સ : gstv
અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં શનિવારે સાંજે 6:04 વાગ્યે આવેલ 6.2 તીવ્રતાનો ભૂકંપથી જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરભારતની પણ ધરા ધ્રુજી. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર, પૂંછ સહિતના ભાગોમાં ભૂકંપના આંચકના અનુભવાયા. દિલ્હી-એનસીઆર સહિત અનેક વિસ્તારોમાં થોડા સેકન્ડ માટે અનુભવાયા હતા. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાની તાત્કાલિક માહિતી સામે આવી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનમાં કાલાફગાનથી લગભગ 81 કિમી દૂર અને જમીનથી 215 કિમી ઊંડાઈએ હતું.

