Video: ઈસરો દ્વારા શ્રીહરિકોટાથી GSLV-F18 રોકેટ દ્વારા NVS-03 ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ, ભારતની NavIC સિસ્ટમ વધુ મજબૂત બની

ત્રણ સચોટ દાવપેચ બાદ આ ઉપગ્રહને પૂર્વ રેખાંશ પર ભૂ-સમકાલીન ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાયો છે. આ સફળતાથી ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ફરીથી ચાર કાર્યરત ઉપગ્રહોની સ્થિતિમાં આવી ગઈ છે, જેનાથી ભારત અને તેની આસપાસ ૧ હજાર ૫૦૦ કિલોમીટર સુધી વિશ્વસનીય પોઝિશનિંગ અને ટાઈમિંગ સેવાઓ મળશે. NVS-03 માં ત્રીજી સ્વદેશી રુબિડિયમ પરમાણુ ઘડિયાળ છે અને તે L1-બેન્ડ સિગ્નલો પૂરા પાડે છે. આશરે 12 વર્ષના આયુષ્ય ધરાવતો આ ઉપગ્રહ રાષ્ટ્રીય સુરક્ષા તેમજ ટ્રેન ટ્રેકિંગ જેવી નાગરિક જરૂરિયાતો માટે ઉપયોગી બનશે. ઈસરો અધ્યક્ષના જણાવ્યા મુજબ આ મિશન GPS જેવી વિદેશી પ્રણાલીઓ પરની નિર્ભરતા ઘટાડીને દેશને આત્મનિર્ભર બનાવશે.
જાહેરાત








