Video: પંજાબમાં ચૂંટણી સમયે ભગવત માન સરકાર મુશ્કેલીમાં

સોર્સ: gstv

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. આપના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. તેમાં અમૃતસર ઉત્તરના કુંવર વિજયપ્રતાપ સિંહ, સમાનાના ચેતનસિંહ જૌડામાજરા અને સનૌરના હરમીતસિંહ પઠાણમાજરાનો સમાવેશ થાય છે. ત્રણેય ધારાસભ્યોએ છેલ્લા 2 દિવસમાં AAPમાંથી રાજીનામું આપ્યું હતું. રવિવારે જૌડામાજરા અને પઠાણમાજરાના રાજીનામા બાદ સોમવારે કુવરે પણ પાર્ટી છોડી દીધી. ભાજપના પંજાબ અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોએ કહ્યું કે ત્રણેય ધારાસભ્યોનું પાર્ટીમાં સ્વાગત છે. જે વિચારસરણી સાથે તેઓ પાર્ટીમાં આવ્યા છે, તેમને સંપૂર્ણ માન-સન્માન આપવામાં આવશે. બીજીબાજુ ધારાસભ્ય કુવરે આપની ભગવત માન સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે પંજાબમાં બેરોજગારી ચરમસીમાએ છે. ઉદ્યોગધંધા ધ્વસ્ત થઈ ગયા છે. પંજાબના લોકો દરેક રીતે પરેશાન છે. દેવું કરીને પંજાબનું કામ ચાલી રહ્યું છે. ભાજપમાં જોડાયેલા AAPના ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપે કહ્યું કે ભાજપની પંજાબ પ્રત્યેની વિચારસરણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પંજાબના લોકો પ્રત્યેનો પ્રેમ જોઈને તેમણે પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત