Video: અજમેર: ચાઈનીઝ લાઈટો અને ડેકોરેશનની સ્પર્ધા વચ્ચે માટીના દીવા બનાવતા કારીગરો મુશ્કેલીમાં

સોર્સ: gstv

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અજમેરમાં માટીના કોડિયા બનાવતા પરંપરાગત કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં ચાઈનીઝ લાઈટો અને આધુનિક ડેકોરેટીવ પ્રોડક્ટ્સનું ચલણ ખૂબ વધી જવાથી માટીના દીવાઓની માંગમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કારીગરોનું કહેવું છે કે બજારમાં વેચાતી ચાઈનીઝ લાઈટોની બોલબાલાને કારણે તેમના દ્વારા બનાવાતા પરંપરાગત માટીના દીવાઓનું વેચાણ નહિવત જેવું થઈ ગયું છે. પેઢીઓથી આ વ્યવસાય સાથે જોડાયેલા આ કુટીર ઉદ્યોગના કારીગરો પોતાની રોજીરોટી અને પરંપરા બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે આધુનિકતાના આ દોરમાં માટીની સુગંધ ફેલાવતા દીવાઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત