મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સોનાની દાણચોરી કેસમાં અભિનેત્રી રાન્યા રાવની જામીન અરજી DRI કોર્ટે ફગાવી

Ranya Rao Bail: જાણીતી કન્ન્ડ અભિનેત્રી રાન્યા રાવની 14 કિલો સોનાની દાણચોરી કેસમાં સ્

સોનાની દાણચોરી કેસમાં અભિનેત્રી રાન્યા રાવની જામીન અરજી DRI કોર્ટે ફગાવી

Ranya Rao Bail: જાણીતી કન્ન્ડ અભિનેત્રી રાન્યા રાવની 14 કિલો સોનાની દાણચોરી કેસમાં સ્પેશિયલ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. રાન્યા રાવને ત્રીજી માર્ચે દુબઈથી બેંગાલુરુના કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર 12.56 કરોડ રૂપિયાની કિંમતના 14 કિલોના સોનાની લગડી સાથે ધરપકડ કરવામાં આવી હતી,. આ કેસમાં રાન્યા રાવ વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. 

આ કેસમાં બીજા આરોપી તરુણ કોંડુરુએ પોતાની જામીન અરજી દાખલ કરી છે. તેની જામીન અરજી પર શનિવારે બપોરે ત્રણ વાગ્યે સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં બીજા આરોપી તરુણ કોંડુરુએ પોતાની જામીન અરજી દાખલ કરી છે. તેની જામીન અરજી પર શનિવારે બપોરે ત્રણ વાગ્યે સુનાવણી હાથ ધરાશે. આર્થિક ગુના નિવારણ કોર્ટ દ્વારા કરાયેલી જામીન અરજી ફગાવીને કેસમાં એક નવો વળાંક લાવ્યો છે અને હવે તરુણ કોંડુરુની અરજી પર પણ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય હશે.


સોનાની દાણચોરીના કેસમાં રાન્યા રાવની જામીન અરજીનો ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) એ વિરોધ કર્યો હતો. ડીઆરઆઈએ કહ્યું કે જો રાવને જામીન આપવામાં આવે તો તપાસમાં અવરોધ આવી શકે છે અને સાક્ષીઓ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત, પુરાવા સાથે છેડછાડ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.રાન્યા રાવે પોતાની કસ્ટડી દરમિયાન દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. તેમના મંતવ્યા અનુસાર, જ્યારે તેમણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવામાં ખચકાટ દર્શાવ્યો ત્યારે DRI અધિકારીઓએ તેમના પર માનસિક દબાણ કર્યું. રાવનો દાવો છે કે અધિકારીઓ દ્વારા તેમના પર યોગ્ય મંજૂરી વગર દસ્તાવેજો પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આ આખી બાબત સામે કેવી રીતે આવી?

ગત ત્રીજી માર્ચે કન્નડ અભિનેતા રાન્યા રાવની ધરપકડ બાદ આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. દુબઈથી બેંગલુરુ પરત ફરતી વખતે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાન્યા રાવની 14 કિલો સોનાના લગડી સાથે ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઈએ રાવ પર સોનાની દાણચોરીમાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો અને આ દાણચોરીની તપાસમાં હવે અન્ય ઘણા આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવી શકે છે.આ કેસમાં તરુણ કોન્ડુરુ અને અન્ય લોકોના નામ પણ સામે આવ્યા છે, જેમની જામીન અરજીઓ પર ટૂંક સમયમાં કોર્ટમાં સુનાવણી થવાની છે.

આ સમાચાર શેર કરો