VIDEO: કબડ્ડી પ્લેયરે જે શ્વાનને બચાવ્યું તેણે જ લીધો તેનો જીવ
યુપીના બુલંદશહેરમાં રાજ્ય સ્તરના કબડ્ડી પ્લેયરનું સ્વાનના કરડવાથી મોત થયું હતું. ખેલાડીનું નામ
યુપીના બુલંદશહેરમાં રાજ્ય સ્તરના કબડ્ડી પ્લેયરનું સ્વાનના કરડવાથી મોત થયું હતું. ખેલાડીનું નામ બ્રજેશ સોલંકી છે. બ્રજેશના મૃત્યુ પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ પીડાઈ રહ્યો છે. મામલો ખુર્જા નગર કોતવાલી વિસ્તારનો છે.
મળતી માહિતી અનુસાર ફરાના ગામના રહેવાસી કબડ્ડી પ્લેયર બ્રજેશ સોલંકીને એક મહિના પહેલા એક શ્વાન કરડી ગયું હતું.તે બાદ બ્રજેશે હડકવા વિરોધી ઈન્જેકેશન લગાવ્યું ન હતું, બ્રજેશની આ બેદરકારીના કારણે તેની હાલત બગડવા લાગી અને તેનામાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા.
જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે પરિવાર તેને એક પછી એક ઘણી હોસ્પિટલોમાં લઈ ગયો પરંતુ ડોક્ટરોએ તેની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે હવે સારવાર માટે ઘણું મોડું થઈ ગયું છે. પરિવાર મજબૂરીમાં પાછો ફર્યો. ત્યારબાદ ગયા રવિવારે બ્રજેશનું મોત નિપજ્યું હતું.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બ્રજેશ પલંગ પર સૂતો છે અને પીડાઈ રહ્યો છે. તે બોલી શકતો નથી. લોકો નજીકમાં ઉભા છે. બ્રજેશમાં હડકવાના લક્ષણો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. થોડા સમય પછી તેનું મૃત્યુ થયું.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગયા મહિને એક શ્વાન ગટરમાં પડી ગયું હતું. બ્રિજેશ તેને બહાર કાઢવા માટે પહેલ કરી. પરંતુ જ્યારે તે શ્વાનનો જીવ બચાવી રહ્યો હતો, ત્યારે જ શ્વાન બ્રજેશના જમણા હાથની આંગળી કરડી ગયું. બ્રજેશને આ બાબત નાની લાગી અને તેને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવામાં આવ્યું નહીં, જે પાછળથી તેના મૃત્યુનું કારણ બન્યું. આ ઘટનાથી ગામના લોકો આઘાતમાં છે.








