કર્ણાટકમાં સિદ્ધારમૈયાની ખુરશી પર ડીકે શિવકુમારની નજર, કોંગ્રેસની મુશ્કેલી વધશે
કર્ણાટકનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અ

કર્ણાટકનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે ટકરાવની સ્થિતિ જોવા મળી રહી છે. કર્ણાટકમાં ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ થઇ રહી છે. ડીકેને પરદા પાછળ સિદ્ધારમૈયા ફરી એક વખત પડકાર આપતા જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ હાઇકમાન માટે કર્ણાટક ફરી એક વખત નવો પડકાર બની શકે છે.
વોક્કાલિગા સમાજના વિશ્વ વોક્કાલિગા મહાસ્થાનમના પ્રમુખ સ્વામી ચંદ્રશેખરે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીની ખુરશી ડીકે શિવકુમારને આપવાની સલાહ આપી છે, તેમને આ નિવેદન કેમ્પા ગૌંડા જયંતી સમારંભમાં તે સમયે આપ્યુ જ્યારે સ્ટેજ પર શિવકુમાર અને સિદ્ધારમૈયા બન્ને હાજર હતા. બીજી તરફ સ્વામી નિર્મલાનંદે પણ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે.
વોક્કાલિગા સમાજમાંથી આવે છે ડીકે શિવકુમાર
મહત્ત્વપૂર્ણ છે કે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વોક્કાલિગા સમાજમાંથી આવે છે અને વિધાનસભા ચૂંટણી દરમિયાન મઠ તરફથી કોંગ્રેસને ખુલ્લી રીતે સમર્થન મળ્યું હતું અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઓલ્ડ મૈસુરી વિસ્તારમાં કોંગ્રેસને મત આપવાની અપીલનો પાર્ટીને મોટો ફાયદો થયો હતો.એવામાં વોક્કાલિગા સમાજના સંતો દ્વારા ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ સિદ્ધારમૈયા માટે પડકારજનક માનવામાં આવી રહ્યો છે.
સિદ્ધારમૈયાએ પણ જાળ પાથરી
બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નજીકના મંત્રીઓએ ડીકે શિવકુમારને ઝટકો આપવાના પ્રયાસમાં મોટું નિવેદન આપ્યું છે. સિદ્ધારમૈયાના સમર્થક મંત્રીઓ કેએન રાજન્ના, બીજેડ જમીર અહમદ ખાન અને સતીશ જરકીહોલીએ ત્રણ નાયબ મુખ્યમંત્રી પદની માંગ કરી છે. માનવામાં આવે છે કે આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે ડીકે શિવકુમારના રાજકીય પાવરને ઓછો કરી શકાય અને તે સિદ્ધારમૈયાને પડકાર ના આપી શકે.
ડીકે શિવકુમારના નેતૃત્ત્વમાં કોંગ્રેસે કર્ણાટકમાં સારૂ પ્રદર્શન કરતા ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં 135 બેઠક જીતી હતી. રાજ્યથી લઇને રાષ્ટ્રીય સ્તર સુધીના રાજકારણમાં ડીકે શિવકુમાર કોંગ્રેસ માટે સંકટમોચક સાબિત થયા છે. એવામાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તેમને કોંગ્રેસ હાઇકમાનનું સમર્થન પ્રાપ્ત છે પરંતુ સિદ્ધારમૈયા પોતાની તરફથી તેમના વિરૂદ્ધ મોરચો ખોલી રહ્યાં છે.








