Jharkhand Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં નવી ભૂમિકામાં જોવા મળશે ધોની
ભારત જ નહીં વિશ્વભરમાં ધૂમ મચાવનાર મહેન્દ્ર સિંહ ધોની હવે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં નવી ભૂમિકામાં

ભારત જ નહીં વિશ્વભરમાં ધૂમ મચાવનાર મહેન્દ્ર સિંહ ધોની હવે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં નવી ભૂમિકામાં જોવા મળશે. ચૂંટણી પંચે મતદાન જાગૃતિ માટે કરેલી અપીલને ધોનીને સ્વીકારી લીધી છે, તેથી હવે તે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરતો જોવા મળશે.
આ માહિતી આપતાં મુખ્ય ચૂંટણી અધિકારી કે.રવિ કુમારે કહ્યું કે, ધોનીની સંમતિ મળ્યા બાદ વિધાનસભા ચૂંટણી દરમિયાન સ્વીપ કાર્યક્રમ હેઠળ તેના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ધોની દ્વારા મતદારોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરવાથી મતદાનની ટકાવારી વધશે.
અગાઉ ધોની ચૂંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર હતો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અગાઉ ચૂંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. ધોનીના દેશભરમાં લાખો ચાહકો છે, જેને ધ્યાને રાખીને ચૂંટણી પંચે તેના ફોટો અને વીડિયોનો ઉપયોગ કરવા માટે તેને પત્ર લખ્યો હતો, જેને ધોનીએ મંજૂરી આપી દીધી છે. તેથી હવે ચૂંટણી પંચ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પંચે માહીના ફોટોવાળી તસવીરો મતદાન કેન્દ્રથી લઈને અનેક સ્થળે તેમજ મુખ્ય સ્થળો પર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ધોની સોશિયલ મીડિયા અને ટીવીમાં પણ વિધાનસભા ચૂંટણીમાં મતદારોને મતદાન કરવાની અપીલ કરતો જોવા મળશે.






