મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં હારની જવાબદારી લીધી, નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની રજૂઆત

લોકસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. દેવેન્દ

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં હારની જવાબદારી લીધી, નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની રજૂઆત

લોકસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં હારની જવાબદારી લીધી છે. ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે.

ફડણવીસ નાયબ મુખ્યમંત્રીનું પદ છોડશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા રાજીનામાની તૈયારી બતાવી છે. ફડણવીસે કહ્યું કે, "હું મહારાષ્ટ્રમાં આવા પરિણામની જવાબદારી લઉં છું કારણ કે રાજ્યમાં પાર્ટીનું નેતૃત્ત્વ મારા દ્વારા જ કરવામાં આવી રહ્યું હતું. ભાજપ હાઇકમાનને વિનંતી કરૂ છું કે તે મને સરકારમાં જવાબદારીથી મુક્ત કરે જેથી હું આવનારી ચૂંટણીમાં પાર્ટી માટે વધુમાં વધુ મહેનત કરી શકું."જોકે, હજુ સુધી આ સ્પષ્ટ થયું નથી કે તેમનું રાજીનામું સ્વીકાર થયું છે કે નથી થયું. મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું છે અને ગત ચૂંટણીમાં 23 બેઠક જીતનારી ભાજપ આ વખતે 9 બેઠક પર સમેટાઇ ગઇ હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ આપી પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તેમને રાજ્ય સરકારમાંથી મુક્ત કરવાના પ્રસ્તાવ પર કહ્યું, "ચૂંટણી હાર સામુહિક જવાબદારી છે. ત્રણેય પાર્ટીઓએ ચૂંટણીમાં મળીને કામ કર્યું હતું. વોટ શેર જોઇએ તો મુંબઇમાં મહાયુતીને બે લાખ કરતા વધુ મત મળ્યા છે. હારના કારણોની ઇમાનદારીથી સમીક્ષા કરવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં સરકારે રાજ્યમાં કેટલાક સારા નિર્ણય લીધા છે. હું જલ્દી દેવેન્દ્રજી સાથે વાત કરીશ. અમે પહેલા પણ સાથ મેળીને કામ કર્યું છે અને આગળ પણ કરતા રહીશું. અમે વિપક્ષના ખોટા દાવાનો મુકાબલો કરવામાં સામુહિક રીતે નિષ્ફળ રહ્યાં છીએ."

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનું શું પરિણામ આવ્યું

મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકમાંથી ભાજપના ખાતામાં માત્ર 9 બેઠક આવી છે. કોંગ્રેસે 13 બેઠક પર જીત મેળવી છે. ઉદ્ધવ જૂથ અસલી શિવસેના સાબિત કરવામાં સફળ રહ્યું છે. શરદ પવારની એનસીપીને 8 બેઠક મળી છે. શિંદે જૂથ માત્ર 7 બેઠક જીતવામાં સફળ રહ્યું છે જ્યારે અજીત પવારની એનસીપીને માત્ર એક બેઠક મળી છે.

આ સમાચાર શેર કરો