ફડણવીસના શપથ સમારંભની ગેસ્ટ લિસ્ટ આવી સામે; જાણો કોણ-કોણ સામેલ થશે
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને ભાજપના સીનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસને નવી સરકાર બનાવવા માટે આમંત્

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને ભાજપના સીનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસને નવી સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. દક્ષિણ મુંબઇના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત થનારા સમારંભમાં NCP નેતા અજિત પવાર સહિત બે નાયબ મુખ્યમંત્રીને પણ શપથ લેવડાવવામાં આવશે.
શપથ ગ્રહણ સમારંભની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સુરક્ષાની પુરતી વ્યવસ્થા છે. મહેમાનોની યાદી પણ તૈયાર થઇ ગઇ છે. ફડણવીસના શપથ ગ્રહણ સમારંભમાં PM મોદી સિવાય 'લાડકી બહેન' યોજનાની 1000 લાભાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે.
ફડણવીસના શપથ સમારંભમાં 42 હજાર લોકો સામેલ થશે
ભાજપના નેતા પ્રસાદ લાડે કહ્યું કે શપથ ગ્રહણ સમારંભમાં 42 હજાર લોકો સામેલ થશે. 'વડાપ્રધાન મોદી, 9થી 10 કેન્દ્રીય મંત્રી અને 19 મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમારંભમાં સામેલ થશે. 40 હજાર ભાજપ સમર્થકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તથા વિવિધ ધર્મના નેતાઓ સહિત 2 હજાર VVIP માટે અલગ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.'
શપથ ગ્રહણ સમારંભમાં આ મહેમાન સામેલ થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા
- NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી
- કેન્દ્રીય મંત્રી
- સાધુ-સંત
- 'લાડલી બહના' યોજનાની 1000 લાભાર્થી મહિલાઓ
- ખેડૂત લાભાર્થી
- ઉદ્યોગ,મનોરંજન, શિક્ષણ અને સાહિત્ય જગતની જાણીતી હસ્તીઓ
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના આજે લેશે શપથ, મુંબઈના આઝાદ મેદાનમાં સમારોહ
4,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત
એક અધિકારીએ જણાવ્યું કે દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારંભ દરમિયાન સુરક્ષા માટે 4,000થી વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થા માટે ઓછામાં ઓછા 3,500 પોલીસ કર્મી અને 520 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
મહાયુતિએ મેળવ્યો હતો બહુમત
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સફળતા મેળવી રાજ્યની 288 વિધાનસભા બેઠકમાંથી 132 બેઠક પર જીત મેળવી હતી. જે રાજ્યમાં અત્યાર સુધીનું ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શિવસેના-NCP અને ભાજપના મહાયુતિ ગઠબંધન પાસે 230 બેઠક સાથે બહુમત છે.








