મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે મુંબઈમાં બનશે ડિટેન્શન કેમ્પ : CM ફડણવીસે કરી જાહેરાત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદે

બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે મુંબઈમાં બનશે ડિટેન્શન કેમ્પ : CM ફડણવીસે કરી જાહેરાત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ અંગે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે જેલ સિસ્ટમ સુધારવા માટેના પસાર કરાયેલા વિધેયક પર જવાબ આપતા કહ્યું કે, મુંબઈમાં એક ડિટેન્શન સેન્ટર બનાવાશે, જેમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રાજ્યમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને રખાશે. આ માટે મુંબઈ બીએમસી પાસે જમીન માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે, તે લોકો વિદેશી નાગરિક હોવાના કારણે તેમને જેલમાં ન રાખી શકાય. આ જ કારણે તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.

મુંબઈમાં બનાવાશે ડિટેન્શન સેન્ટર

તેમણે કહ્યું કે, ‘આપણે તાજેતરમાં જોયું છે કે, ડ્રગ્સનો કેસ, ગેરકાયદે પ્રવેશનો કેસ અને ગેરકાયદે બાંગ્લાદેશીઓ, તેઓ તમામ વિદેશી નાગરિકો છે, તેથી તેમને સીધા જ જેલમાં ન  ધકેલાય. તેમણે ડિટેન્શન કેમ્પમાં રાખવા જોઈએ. બીએમસીએ અમને ડિટેન્શન કેમ્પ બનાવવા માટે જમીન આપી છે, પરંતુ તે જમીન ડિટેન્શન કેમ્પના માપદંડો અનુરૂપ નથી. તેથી અમે બીએમસી પાસે બીજી જમીન માંગી છે.

મહારાષ્ટ્ર પ્રિઝન એન્ડ કરેક્શનલ સર્વિસ એક્ટ-2024 પસાર કરાયું

મહારાષ્ટ્ર જેલ અને સુધારક સેવા અધિનિયમ-2024 મહારાષ્ટ્ર વિધાનસભામાં ધ્વનિ મતથી પસાર કરાયું હતું. આ બિલ પરની ચર્ચાનો જવાબ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બિલ કેન્દ્ર દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલા મોડલ જેલ બિલ-2023 પર આધારિત છે.

આ સમાચાર શેર કરો