મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ, મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાના નિધન બાદ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર

ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ, મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાના નિધન બાદ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ગુરૂવારે આ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મળી હતી જેમાં આ વાત પર ચર્ચા થઇ કે રતન ટાટાના નામનો ભારત રત્ન માટે પ્રસ્તાવ મુકવો જોઇએ. કેબિનેટ બેઠક દરમિયાન રતન ટાટાની યાદમાં શોક પ્રસ્તાવ પણ પ્રસાર કરવામાં આવ્યો હતો.

રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ

શિવસેના શિંદે જૂથે રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. શિવસેનાના નેતા અને મુખ્યમંત્રીની નજીક રહેલા રાહુલ કનાલે પત્ર લખીને આ માંગ કરી છે કે ભારત રત્ન માટે રાજ્ય સરકાર રતન ટાટાનું નામ પ્રસ્તાવિત કરે. મહારાષ્ટ્ર કેબિનેટમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રાજ્ય સરકાર કોઇ મોટો નિર્ણય નહીં લે. ટાટાના નિધનથી સરકાર દુ:ખી છે.

દેશનું સર્વોચ્ચ સમ્માન છે ભારત રત્ન

'ભારત રત્ન' દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે, જેની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારત રત્ન સમ્માન માટે તમામ વ્યક્તિ, જાતિ, વ્યવસાય, પદ અને લિંગના ભેદભાવ વગર પાત્ર છે. 

આ સન્માન રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં કોઇ વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે.

ભારત રત્ન આપવાની શરૂઆત 2 જાન્યુઆરી 1954માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી.સૌથી પ્રથમ સમ્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રમનને આપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો