મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી બન્યો ડ્રગ્સનો 'દરિયો'! નમકીનના પેકેટમાંથી 2000 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું

દિલ્હી પોલીસે ફરી એકવાર કરોડો રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીના રમેશ

દિલ્હી બન્યો ડ્રગ્સનો 'દરિયો'!  નમકીનના પેકેટમાંથી 2000 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું

દિલ્હી પોલીસે ફરી એકવાર કરોડો રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીના રમેશ નગરમાંથી 200 કિલો કોકેન જપ્ત કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 2,000 કરોડ રૂપિયા જેટલી થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નમકીનના પેકેટમાંથી કોકેઈન ઝડપાયું છે.

આ અગાઉ દિલ્હી પોલીસે ગત 2 ઓક્ટોબરે એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું હતું. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અંદાજીત પાંચ હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું કોકેઇન જપ્ત કર્યું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલએ લગભગ 565 કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું હતું. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીમાંથી ઝડપાયેલા 5600 કરોડ રૂપિયાના કોકેઈનના મામલામાં મોટો ખુલાસો થયો હતો. આ ડ્રગ સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી તુષાર ગોયલ 2022માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના RTI સેલનો અધ્યક્ષ રહ્યો હતો. બાદમાં કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે વ્યક્તિ હવે કોંગ્રેસનો સભ્ય નથી અને તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.

એક સપ્તાહમાં 7600 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું

પોલીસ GPS લોકેશન ટ્રેક કરીને અહીં સુધી પહોંચી હતીં. આ કોકેઈન પણ એ જ સિન્ડિકેટનું છે, જે 5600 કરોડ રૂપિયાના કોકેઈન ઝડપાયું હતું. અત્યાર સુધીમાં કુલ 7600 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું છે.

આ સમાચાર શેર કરો