Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi Police nabs three terrorists

દિલ્હી પોલીસે ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દિલ્હી પોલીસે ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો
સોર્સ : gstv

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આજે આંતરરાષ્ટ્રીય ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદી મોડ્યુલ પાકિસ્તાનના ઈશારે કામ કરી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં શાહઝાદ ભટ્ટી આ આતંકવાદી મોડ્યુલનો માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પંજાબથી ત્રણ આતંકવાદીઓને દબોચ્યા છે. 

App Store

ત્રણ આતંકવાદી ઝડપાયા 

દિલ્હી પોલીસની એન્ટિ ટેરર યુનિટે સમગ્ર આતંકવાદી મોડ્યુલનો ભાંડો ફોડ્યો છે. આ આતંકવાદીઓ ગેંગસ્ટર નેટવર્કની મદદથી હથિયાર અને વિસ્ફોટકની હેરફેર કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના લખનૌ-મુરાદાબાદ તથા મધ્ય પ્રદેશથી આતંકવાદીઓ ઝડપાયા છે. આ તમામ આતંકવાદીઓ શાહઝાદ ભટ્ટીના મોડ્યુલમાં કામ કરી રહ્યા હતા. 

પાકિસ્તાનના ઈશારે ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં હતા આતંકવાદી 

દિલ્હી પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ આ આતંકવાદી મોડ્યુલને આદેશ આપતા. આ તમામ આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની ISIના નિર્દેશ પર દિલ્હીમાં હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસને આશંકા છે કે પંજાબ, યુપી અને મધ્ય પ્રદેશમાં આ મોડ્યુલમાં આતંકવાદીઓની ભરતી પણ કરવામાં આવી રહી હતી. 

નોંધનીય છે કે શાહઝાદ ભટ્ટીએ જ હાલમાં પંજાબમાં ભાજપ નેતાના ઘર પર ગ્રેનેડ હુમલાની જવાબદારી લીધી હતી. જોકે આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે.  નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ 10 નવેમ્બરે જ દિલ્હીમાં આતંકવાદી હુમલો થયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કાર બ્લાસ્ટમાં 10થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે અને લોકો ઈજાગ્રસ્ત થયા હતા.