Video: દિલ્હી પોલીસે નકલી સિક્કા બનાવનાર, સપ્લાય કરનાર આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો, 4 આરોપીઓની ધરપકડ કરી

સોર્સ: gstv

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના વેસ્ટર્ન રેન્જ યુનિટે બાતમીના આધારે કાર્યવાહી કરીને ૫૦ પાઉચમાં ભરેલા ૨૦ રૂપિયાના કુલ 5 હજાર નકલી સિક્કા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ શખ્સની પૂછપરછ અને વધુ તપાસના આધારે આ રેકેટના તાર ઝીરકપુર સુધી લંબાયેલા હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે પોલીસે મુખ્ય સિક્કા બનાવનાર સહિત અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને સહારનપુર જેલમાંથી ટ્રાન્સફર વૉરન્ટ પર લાવવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન જપ્ત કરેલા તમામ નકલી સિક્કાની કિંમત આશરે ૧ લાખ રૂપિયા જેટલી થાય છે. હાલ પોલીસ આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય શખ્સો અને તેના નેટવર્ક અંગે વધુ સઘન તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત