મોટા સમાચાર / NEET પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી બેસાડનાર બે એજન્ટ અને બે યુવકોની ધરપકડ
હાલમાં લેવાયેલી NEETની પરીક્ષામાં રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરામાં આ પરીક્ષામાં ચો

હાલમાં લેવાયેલી NEETની પરીક્ષામાં રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરામાં આ પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. પંચમહાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. હવે દિલ્લી પોલીસે NEET પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી બેસાડનાર બે એજન્ટ અને બે યુવકોની ધરપકડ કરી છે.
આ અંગે નવી દિલ્હીના DCP દેવેશ કુમાર મહાલાએ જણાવ્યું કે 5 મેના રોજ NEET પરીક્ષા અંગે ફરિયાદ મળી હતી કે મૂળ ઉમેદવારોની જગ્યાએ ડમી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા.
આ પણ વાંચો : NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં મોટા સમાચાર, બે આરોપીઓની રાજસ્થાનથી અટકાયત
પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને સ્પેશિયલ સ્ટાફને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કમિશન એજન્ટો/કન્સલ્ટન્ટ એજન્ટો મૂળ ઉમેદવારોની જગ્યાએ ડમી ઉમેદવારોની વ્યવસ્થા કરી આપતા હતા અને આ સંદર્ભે મૂળ ઉમેદવારના પરિવારો અને સંબંધીઓ પાસેથી મોટી રકમ વસૂલી હતી.
આ એજન્ટોએ મૂળ ઉમેદવાર અને ડમી ઉમેદવારોના ફોટોગ્રાફ્સ મિક્સ કર્યા હતા અને તેમને ફોર્મ પર ચોંટાડી દીધા હતા, જેથી તેઓને કેન્દ્ર પર કોઈ ઓળખી ન શકે.
બે એજન્ટ અને બે MBBS સ્ટુડન્ટ્સની ધરપકડ
દિલ્લી પોલીસે અત્યાર સુધીમાં બે એજન્ટ અને ડમી ઉમેદવાર બનેલા બે MBBS સ્ટુડન્ટ્સની ધરપકડ કરી છે.
27 વર્ષીય કિશોર લાલ જોધપુરનો રહેવાસી છે. મેડિકલ સ્કૂલ એડમિશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી વખતે તેણે ટોપર વિદ્યાર્થીઓની ઓળખ કરી અને પછી તેમને પરીક્ષામાં છેતરપિંડી કરવા માટે પૈસાની ઓફર કરી હતી.
બીજો આરોપી 37 વર્ષીય પ્રભાત કુમાર પટનાનો રહેવાસી છે, તે પહેલા પટનામાં કોચિંગ એકેડમી ચલાવતો હતો.
ત્રીજો આરોપી સુમિત મંડોલિયા જયપુરનો રહેવાસી છે, તે હાલમાં પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષનો વિદ્યાર્થી છે.
ચોથો આરોપી ક્રિષ્ના કેસરવાણી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે, હાલમાં તે MBBS પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. ઉત્તરાખંડમાં મેડિકલ કોલેજનોનો વિદ્યાર્થી છે.
બાયોમેટ્રિક ડેટા મેચ ન થતા ભાંડો ફૂટ્યો
દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, 5 મેના રોજ ભારતીય વિદ્યા ભવન મહેતા વિદ્યાલયમાં NEETની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક ડેટા મેચ થતા ન હતા, તેથી તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે ડમી વિદ્યાર્થીઓ સુમિત માંડોલિયા અને ક્રિષ્ના કેસરવાણીની ધરપકડ કરી હતી.








