મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Delhi news: દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે

ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગવાની

Delhi news: દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે

ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગવાની ઘટના બની છે. મળતા અહેવાલ પ્રમાણે  આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડનાં 3 વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

 દિલ્હીના 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર આવેલું છે

રવિશંકર પ્રસાદનું આ ઘર દિલ્હીના 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર આવેલું છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. તેમજ આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તેની વિગતો પણ હજુ સામે આવી નથી. ફાયર ફાઈટર્સની સાથે ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે તેમના ઘરે પહોંચી છે.

આ સમાચાર શેર કરો