દિલ્હી: ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોકમાં આગ લાગતા મચ્યો હડકંપ, ફર્નિચર, ફોટોકોપી મશીન, એસી અને પંખા બળીને ખાખ
ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોકમાં મંગળવારે સવારે બીજા માળે આગ લા

ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોકમાં મંગળવારે સવારે બીજા માળે આગ લાગતાં હંગામો મચી ગયો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગમાં ઓફિસમાં રાખેલ ફર્નિચર, ફોટોકોપી મશીન, એસી અને પંખા બળીને ખાખ થઈ ગયા હતા.
ફાયર બ્રિગેડે 15 મીનિટમાં આગને કાબુમાં લીધી
મંગળવારે સવારે 9.22 કલાકે ફાયર બ્રિગેડને ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોકમાં બીજા માળે આગ લાગવાની માહિતી મળી હતી. આ અંગે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ આગ બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે 9.35 સુધીમાં આગને કાબુમાં લીધી હતી.
બીજા માળે જે ઓફિસમાં આગ લાગી તે IT વિભાગની ઓફિસ છે. આગમાં ઓફિસમાં રાખેલા ફર્નિચર, એસી, પંખા, ફોટોકોપી મશીન વગેરે બળીને ખાખ થઈ ગયા હતા.
બીજા માળે જે ઓફિસમાં આગ લાગી તે IT વિભાગની ઓફિસ છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ વીજ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.






