મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હારના ડરથી કેજરીવાલની હત્યા કરાવવા માંગે છે ભાજપ', દિલ્હીના મુખ્યમંત્રી આતિશીનો દાવો

નવી દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની ગાડી પર હુમલો થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પત્રકાર પરિષદ યોજ

'હારના ડરથી કેજરીવાલની હત્યા કરાવવા માંગે છે ભાજપ', દિલ્હીના મુખ્યમંત્રી આતિશીનો દાવો

નવી દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની ગાડી પર હુમલો થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન આતિશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો. આતિશીએ કહ્યું કે, હારના ડરથી ભાજપ કેજરીવાલની હત્યા કરાવવા માંગે છે.

3 હાર્ડકોર ક્રીમિનલે કેજરીવાલ પર હુમલો કર્યો- આતિશી

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલ પર થયેલા હુમલાને લઇને ભાજપના કાર્યકર્તાઓ પર નવા આરોપ લગાવ્યા હતા. આતિશીએ કહ્યું કે કેજરીવાલ પર ભાજપના 3 ગુંડાઓએ હુમલો કર્યો હતો. આ ત્રણેય હાર્ડકોર ક્રીમિનલ હતા જે કેજરીવાલની હત્યા કરવા માંગતા હતા. ત્રણેય પર ચોરીથી લઇને હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે.

આતિશીએ કહ્યું કે આ સામાન્ય કાર્યકર્તાઓ નહીં પણ ગુંડા છે. ચૂંટણીમાં હારને જોતા ભાજપ ડરી ગઇ છે. તે કેજરીવાલનો જીવ લેવા પર ઉતરી આવી છે. હુમલાખોરોમાં પ્રથમ રાહુલ ઉર્ફ શૈન્કી હતો તે ભાજપના નેતા પ્રવેશ વર્માનો ખાસ છે. આ સિવાય બીજો હુમલાખોરનું નામ રોહિત ત્યાગી છે. રોહિત પણ પ્રવેશ વર્માનો પ્રચાર કરે છે. ત્રીજો વ્યક્તિ સુમિત છે જેના પર ચોરીના કેસ નોંધાયેલા છે.

ચૂંટણી પંચ આ ગુંડાઓની ધરપકડ કરાવે- સંજય સિંહ

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ કેજરીવાલ પર થયેલા હુમલાને લઇને કહ્યું- ચૂંટણી પંચ નામની સંસ્થા જીવિત છે તો તે આ ગુંડાઓની ધરપકડ કરાવે. પ્રવેશ વર્મા, અમિત શાહ અને ભાજપવાળાઓએ સમજી લેવું જોઇએ કે આવી કાયરતાપૂર્ણ હરકતથી અમે ડરવાના નથી.

સંજય સિંહે કહ્યું કે જૂતા અને રૂપિયા વહેંચી લીધા. દરેક હથકંડા અપનાવીને જોઇ લીધુ પણ તે ચૂંટણી જીતી શકતા નથી તો કેજરીવાલને મારવાના ષડયંત્રમાં આ લોકો લાગી ગયા છે. સંજય સિંહે પ્રવેશ વર્માના આરોપોનો જવાબ પણ આપ્યો હતો અને કહ્યું કે તમામ વીડિયો છે. પ્રવેશ વર્માનો આરોપી પર ગાડી ચઢાવવાનું નિવેદન બચાવનો પ્રયાસ છે. અમારી પાસે વીડિયો છે. કેજરીવાલની ગાડી પર પથ્થર ફેકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: કેજરીવાલ પર ઇંટથી હુમલો, ભાજપ સમર્થકો પર આરોપ

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

દિલ્હીમાં ચૂંટણીની તારીખની જાહેરાત થઇ ચુકી છે. 5 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠકો પર મતદાન થશે. 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહ્યો છે.

આ સમાચાર શેર કરો