VIDEO: કેજરીવાલ પર ઇંટથી હુમલો, ભાજપ સમર્થકો પર આરોપ
આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલા હુમલો કરવામાં આવ્યો છે. AAPએ એક વીડિ

આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલા હુમલો કરવામાં આવ્યો છે. AAPએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું કે કેજરીવાલની કાર પર હુમલો થયો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા અને પથ્થર પણ ફેંકવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીએ શેર કર્યો વીડિયો
આમ આદમી પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરી છે તેમાં કહેવામાં આવ્યું કે, 'ભાજપ હારના ડરથી ડરી ગઇ છે. ભાજપે પોતાના ગુંડાઓને મોકલી કેજરીવાલ પર હુમલો કરાવ્યો છે. AAPનો આરોપ છે કે BJP ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ ચૂંટણી પ્રચાર કરતા સમયે કેજરીવાલ પર ઇંટ-પથ્થરથી હુમલો કરી તેમને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો જેથી તે પ્રચાર ના કરી શકે. આમ આદમી પાર્ટીએ કહ્યુ કે, ભાજપવાળાઓ...તમારા આ હુમલાથી કેજરીવાલજી ડરવાના નથી, દિલ્હીની જનતા તમને તેનો જડબાતોડ જવાબ આપશે.'
ભાજપે કર્યો બચાવ
આ વચ્ચે ભાજપે બચાવ કરતા આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે કેજરીવાલની કાળા રંગની કાર અમારા કાર્યકર્તાઓને ટક્કર મારીને ગઇ છે. અમારા એક કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે. પ્રવેશ વર્માએ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી દિલ્હીમાં જે સરકાર ચાલી રહી છે તેને દિલ્હીમાં માત્ર ભ્રષ્ટાચાર જ નથી કર્યો પણ દિલ્હીને બરબાદ પણ કર્યું છે. આજે હું દેશવાસીઓ અને દિલ્હીવાસીઓને અપીલ કરવા આવ્યો છું કે તમારે દિલ્હી બચાવવાની છે, 11 વર્ષમાં યમુના ગંદી જ નથી થઇ પણ નાળા જેવી થઇ ગઇ છે.







