દિલ્હીઃ ભાજપે ચૂંટણી ઢંઢેરાનો 3જો ભાગ કર્યો રિલિઝ, અમિત શાહે કેજરીવાલ પર લગાવ્યા આ આરોપ
દિલ્હીની વિધાનસભા ચૂંટણીના બ્યૂંગલો વાગી ચૂક્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ

દિલ્હીની વિધાનસભા ચૂંટણીના બ્યૂંગલો વાગી ચૂક્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં રાજકીય તાપમાન ઊંચું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે શનિવારે દિલ્હી ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી વચનો ભાગ-3નું પ્રકાશન કર્યું. આ દરમિયાન તેમણે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કેજરીવાલ પોતાના વચનો પૂરા કરતા નથી. તેમણે કહ્યું કે દિલ્હીમાં ગરીબ કલ્યાણ માટેની એક પણ યોજના બંધ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી શરૂ કરી,ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, અમે 2025 વિધાનસભા ચૂંટણી સંકલ્પપત્રના અંતિમ સંસ્કરણને લોન્ચ કર્યું છે. અમારા માટે મેનિફેસ્ટો વિશ્વાસ અને અમે શું કરી શકીએ છીએ એ બાબતે છે. આ કોઈ ખોટી આશાઓ જગાડવા માટે નથી. 2014થી પીએમ મોદીએ પ્રદર્શનની રાજનીતિનો પાયો નાખ્યો છે. અમે બધા જૂથોના મતદારોને મળ્યા છીએ. યુવાનો, સ્ત્રીઓ, ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓ બધાને મળ્યા છીએ. આ બધા પાસેથી ૧ લાખ ૮ હજાર સૂચનો લેવામાં આવ્યા હતા. 62 વિભાગોની ચર્ચા કરવામાં આવી અને ભાજપ પાર્ટીએ તેનો મેનિફેસ્ટો સમગ્ર દિલ્હીને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે.
આ સંકલ્પ પત્ર તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો
અમિત શાહે કહ્યું કે, ભાજપનો ઢંઢેરો કામ કરવા વિશે છે. ભાજપે ચૂંટણી દરમિયાન આપેલા બધા વચનો પૂરા કર્યા છે. ભાજપે આ સંકલ્પ પત્ર તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. આ સંકલ્પ પત્ર દિલ્હીના બજેટને જોયા અને સમજ્યા પછી તૈયાર કરવામાં આવ્યો છે.
કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, માત્ર વચનો આપી જાણે છે પણ પૂરા કરતા નથી. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ બંગલો નહીં લે, પરંતુ તે બંગલાને સજાવવા માટે 51 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા. દિલ્હીના લોકો તમારી પાસેથી આનો જવાબ માંગે છે. તમે કોઈ શાળા, મંદિર, ગુરુદ્વારા છોડ્યા નથી. બધે દારૂની દુકાનો ખુલી ગઈ. મેં મારા રાજકીય જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિને આટલી સફાઈથી ખોટું બોલતા જોયો નથી. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ 7 વર્ષમાં યમુનાને સાફ કરશે. યમુનામાં ડૂબકી લગાવશે. દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવા દિવસમાં ત્રણ વખત પ્રેસ કોન્ફરન્સ સિવાય કંઈ થતું નથી.






