મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી, 3 કલાકમાં 15 સાયનાઈડ બોમ્બ બ્લાસ્ટનો ઈમેલ મળતા ખળભળાટ

દિલ્હી વિધાનસભા સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. એક ખતરનાક

દિલ્હી વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી, 3 કલાકમાં 15 સાયનાઈડ બોમ્બ બ્લાસ્ટનો ઈમેલ મળતા ખળભળાટ
આ સમાચાર સાંભળો

દિલ્હી વિધાનસભા સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. એક ખતરનાક ઈમેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આગામી ત્રણ કલાકમાં વિધાનસભા પરિસરમાં સાયનાઈડ ગેસથી ભરેલા 15 RDX બોમ્બ ધડાકા કરવામાં આવશે. આ ધમકી બાદ દિલ્હી પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તુરંત હરકતમાં આવી ગયા છે.

મુસ્લિમ કર્મચારીઓને હટાવવાની અને 'બ્રાહ્મણ' એજન્ટનો ઉલ્લેખ

આ ધમકીભર્યા ઈમેલમાં અત્યંત વાંધાજનક અને ઉશ્કેરણીજનક વાતો લખવામાં આવી છે. ઈમેલમાં લખ્યું છે કે, 3 કલાકની અંદર તમારી દિલ્હી વિધાનસભામાં સાયનાઈડ ગેસથી ભરેલા 15 RDX બોમ્બ બ્લાસ્ટ થશે. માત્ર તમામ મુસ્લિમ કર્મચારીઓને જ ત્યાંથી તાત્કાલિક હટાવી લેવામાં આવે. કોઈ પણ બ્રાહ્મણ DMKમાં શામેલ ન થવો જોઈએ.  ધમકીભર્યા ઈમેઈલમાં એસવી શેખરનું નામ લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. ઈમેલમાં લખ્યું છે કે એસવી શેખર એક બ્રાહ્મણ છે. જે ડીએમકેમાં શામેલ થયો છે. હવે તમારી વિધાનસભાને ઉડાવી દેવામાં આવશે. કારણ કે તમે એને એક બીજેપી બ્રાહ્મણ એજન્ટ તરીકે દક્ષિણ ભારત અને ડીએમકેમાં મોકલ્યો છે. 

સુરક્ષા એજન્સીઓ એલર્ટ, તપાસ તેજ 
ધમકી મળતા જ દિલ્હી પોલીસની બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ વિધાનસભા પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે અને ઈમેલ ક્યાંથી આવ્યો તેની ટેકનિકલ તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે.
  

આ સમાચાર શેર કરો