મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી એરપોર્ટનું ATC સર્વર ખરાબ થયું, 25 જેટલી ફ્લાઇટ્સ ટેકઓફની જોઈ રહી છે રાહ 

દિલ્હી એરપોર્ટના ATC સર્વરમાં ખામીના અહેવાલો સામે આવી રહ્યા છે. છેલ્લા એક કલાકથી લગ

દિલ્હી એરપોર્ટનું ATC સર્વર ખરાબ થયું, 25 જેટલી ફ્લાઇટ્સ ટેકઓફની જોઈ રહી છે રાહ 

દિલ્હી એરપોર્ટના ATC સર્વરમાં ખામીના અહેવાલો સામે આવી રહ્યા છે. છેલ્લા એક કલાકથી લગભગ 25 જેટલી ફ્લાઈટ્સ ટેકઓફની રાહ જોઈને અટવાઈ ગઈ છે, જેનો અર્થ એ છે કે તેઓ ઉડાન ભરી શકતી નથી. બધી એરલાઇન્સની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

ઇન્ડિગો ફ્લાઇટ્સ દ્વારા આ સમસ્યા અંગે સતત જાહેરાતો કરવામાં આવી રહી છે. હજુ કેટલો સમય સુધી મોડું થશે અને ક્યારે વિમાન ટેક ઓફ કરશે એને લઈને કોઈ માહિતી સામે આવી નથી. ઇન્ડિગોની સત્તાવાર જાહેરાતમાં જણાવાયું છે કે ATC સર્વરમાં ખામી છે.

આ સમાચાર શેર કરો