Video: બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન 'મુરાસુ'માં ફેરવાયું, ૩ નવેમ્બરે આંધ્રપ્રદેશના કિનારે ત્રાટકવાની શક્યતા

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારત દ્વારા નામ આપવામાં આવેલું ચક્રવાત મુરાસુ જેનો અર્થ યુદ્ધના નગારા થાય છે વધુ તીવ્ર બનીને અતિ ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરશે. તે આગામી ૩ નવેમ્બરની સવાર સુધીમાં આંધ્રપ્રદેશના નેલ્લોર અને નરસપુર વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે, જે દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર અને ક્યારેક ૧૨૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઓડિશાના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ રાજ્યના દક્ષિણ ક્ષેત્રમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. સરકારે નીચાણવાળા અને પહાડી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાના આદેશ આપી દીધા છે. ભુવનેશ્વર સ્થિત હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, ઓડિશામાં ૨ નવેમ્બરથી જ વરસાદ શરૂ થઈ જશે અને ૩ તથા ૪ નવેમ્બરે ચક્રવાતની અસર હેઠળ વરસાદની તીવ્રતામાં ભારે વધારો નોંધાશે.







