Video: ચક્રવાત અકવાનનો ઓડિશા-આંધ્રના તટે પ્રહાર, 90 કિમીની ઝડપે પવન; 3 લાખ લોકોનું સ્થળાંતર, 69 ટ્રેનો રદ

ચક્રવાતી તોફાન 'અકવાન' શુક્રવારે સવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના ગોપાલપુર તટ સાથે ટકરાયું છે. લેન્ડફોલ દરમિયાન પવનની ઝડપ 70થી 90 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ રહી છે અને આ પ્રક્રિયા હજુ ચાલુ છે. વાવાઝોડાની અસરથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઓડિશામાં અત્યાર સુધીમાં આશરે 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને રાહત માટે 2,523 શિબિરો ઊભી કરાઈ છે. તંત્ર દ્વારા 423 રેસ્ક્યૂ ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે વાવાઝોડાને પગલે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 29 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતની અસર દેશનાં 10 રાજ્યોમાં જોવા મળી શકે છે.
જાહેરાત
















