Video: વિશાખાપટ્ટનમમાં ચક્રવાત પહેલાં હવામાનમાં પલટો

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ચક્રવાત અકવાનના સંભવિત લેન્ડફોલ પહેલાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના પહાડી વિસ્તારો, યારાડા માર્ગ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગાઢ વાદળો અને ધુમ્મસ છવાઈ ગયાં છે. આકાશમાં કાળા વાદળો છવાતા વાતાવરણમાં અંધારપટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટી છે. ગોપાલપુર નજીક ચક્રવાતના સંભવિત લેન્ડફોલને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન પર નજર રાખવામાં આવી રહી છે. બદલાયેલા વાતાવરણના દૃશ્યો સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત