Video: સોના-ચાંદીમાં વધુ 5 ટકાનો મોટો ઘટાડો

ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે કોમેક્સ પર આજે શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો નોંધાયો છે. કોમેક્સ પર સોનામાં 4 પોઈન્ટ 35 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે અને તે 3 હજાર 525 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. બીજી તરફ ચાંદીના ભાવ 7 પોઈન્ટ 11 ટકા સુધી તૂટ્યા છે અને તેની કિંમત 41 પોઈન્ટ 250 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી. સોના-ચાંદીની કિંમતો સતત ઘટાડામાંથી પસાર થઈ રહી છે. સોનું 1 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ચૂક્યું છે. આજે ફરી ઘરેલુ બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનું સસ્તું થઈને આશરે 1 લાખ 22 લાખ હજાર પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરતું જોવા મળ્યું. જ્યારે એક કીલો ચાંદી ઘટાડા સાથે 1 લાખ 48 હજાર પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ કરતી જોવા મળી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર ડિસેમ્બર ડિલિવરીવાળું સોનું 5 હજાર રૂપિયા સુધી ઘટી ગયું અને કિંમત રૂપિયા 1 લાખ 22 હજાર 430 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું.














