Video: શેરબજારમાં કડાકાના દૌર વચ્ચે સોના-ચાંદીમાં પણ ઉથલપાથલ

સોર્સ: gstv

સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. સોનું ચાલુ વર્ષના જૂન મહિના બાદના તેના સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે. આ અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં 4.6 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી પણ દબાણ હેઠળ છે અને કિંમતમાં 1.74 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશનના આંકડા મુજબ 6 નવેમ્બરની સવારે 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખ 41 હજાર 23 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે 13 નવેમ્બરના રોજ ઘટીને 1 લાખ 35 હજાર 884ના સ્તરે બંધ થયો હતો. આમ, માત્ર એક જ અઠવાડિયામાં 10 ગ્રામ સોનાના ભાવમાં 5 હજાર 139 રૂપિયાનો જંગી ઘટાડો થયો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો થવાની આશંકા અને ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે મોંઘવારી વધવાની ચિંતાએ કીમતી ધાતુઓ પર દબાણ ઊભું કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સ્પોટ સિલ્વર 1.74 ટકા તૂટ્યું હતું, જ્યારે પ્લેટિનમની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત