Video: કારમાં આગ, શોર્ટ સર્કિટની આશંકા, સવાર પાંચેય લોકોનો આબાદ બચાવ

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર યમુના બેંક નજીક અર્ટિગા કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં સવાર પાંચેય લોકોનો આબાદ બચાવ થયો છે, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જોકે શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાછળથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકોએ કારમાં આગ લાગી હોવાની જાણ કરતાં ચાલકે વાહન સાઇડમાં રોક્યું હતું.
જાહેરાત








