Video: દિવાળી વખતે જ સોના-ચાંદીમાં શાનદાર તેજી

સોર્સ: gstv

દિવાળી આવતા જ સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવાઈ રહી છે. 10 ગ્રામ સોના-ચાંદીના ભાવમાં વધુ 3 હજાર રૂપિયા વધ્યાં છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 42 હજાર 600 રૂપિયા પર પહોંચ્યો છે..આ સાથે એક કિલો ચાંદીના ભાવમાં એકીસાથે 6 હજાર રૂપિયા વધ્યાં છે. એક કિલો ચાંદીનો ભાવ એક લાખ 86 હજાર રૂપિયાએ પહોંચ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા હતા..જો કે બુલિયન નિષ્ણાતોએ અગાઉ જ ધારણા વ્યક્ત કરી હતી કે દિવાળી સુધી સોનું ફરી મોંઘુ થશે અને હજુ પણ આ રીતે સોનામાં તેજી આગળ વધે તેવી શક્યતા છે.. દિવાળી, ધનતેરસ અને ગુરૂ પુષ્યનક્ષત્રમાં સોનું હંમેશા રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહે છે..શુભ પ્રસંગે સોનુ ખરીદવાનું પ્રચલન ખુબ જુનુ છે ...જેથી ગોલ્ડમાં ઘરઆંગણે ઘરાકી વધી છે..બીજીબાજુ આંતરરાષ્ટ્રીય કારણોથી પણ સોના-ચાંદીમાં તેજી જોવાઈ રહી છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત