Video: ચક્રવાત અકવાનનો ખતરો: પદ્મશ્રી સુદર્શન પટનાયકે પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા કરી અપીલ

સોર્સ: gstv

ચક્રવાતી વાવાઝોડા અકવાનના થયેલા લેન્ડફોલને પગલે આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટિસ્ટ અને પદ્મશ્રી સુદર્શન પટનાયકે પ્રવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના લક્ષ્ય સાથે જિલ્લા વહીવટીતંત્ર તેમજ સરકાર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રવાસી સ્થળો અને હોટલો ખાલી કરાવવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. સુદર્શન પટનાયકે લોકોને ગભરાયા વિના સતર્ક રહેવા અને પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદ અને તંત્રની તૈયારીઓથી કોઈ મોટી અડચણ નહીં આવે, પરંતુ સૌએ સચેત રહેવું અત્યંત જરૂરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત