NTAની જાહેરાત: CUET UG 2025ના પરિણામ 4 જુલાઈએ જાહેર થશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કોમન યુનિવર્સિટી એન્ટ્રેન્સ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ (CUET UG) 2025ના પરિણામ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કોમન યુનિવર્સિટી એન્ટ્રેન્સ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ (CUET UG) 2025ના પરિણામની તારીખનું એલાન કરવામાં આવ્યું છે. NTA દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રિઝલ્ટ 4 જુલાઈ 2025ના રોજ જાહેર થશે. આ દિવસ વિદ્યાર્થી પોતાની CUETની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in પર જઈને જોઈ શકશે.
જો કે, આ વર્ષે 13 મેથી 3 જૂન 2025 વચ્ચે આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજિત 13.5 લાખ વિદ્યાર્થી સામેલ થયા. આ પરીક્ષા ભારતના 379 શહેરો અને વિદેશના 26 કેન્દ્રો પર કોમ્પ્યુટર આધારિત મોડ (CBT)માં થઈ હતી. 2024માં CUET UG પરિણામ 25 જુલાઈએ જાહેર કરાયા હતા.






