મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બારામતીની વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના મેદાનમાં રાખવામાં આવ્યો છે, જ્યાં હજારો સમર્થકો અને દિગ્ગજ નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11:00 વાગ્યે તેમના પૈતૃક ગામ કાટેવાડી ખાતે પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના નેતાઓએ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.

શરદ પવાર, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને હસન મુશ્રીફ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી 

અજિત પવારના પાર્થિવ દેહને મોડી રાત સુધી વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે, જેથી ગામના લોકો અને કાર્યકર્તાઓ તેમના અંતિમ દર્શન કરી શકે. મોટી સંખ્યામાં ભીડ તેમના દર્શન માટે ઉમટી હતી . શરદ પવાર, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને હસન મુશ્રીફ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ બારામતી પહોંચી સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

આજે સવારે વાગ્યે તેમની અંતિમ યાત્રા ગદિમા સભાગૃહથી શરૂ થશે. આ યાત્રા વિદ્યાનગરી ચોક, ભીગવણ સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાનની મરાઠી શાળાના અંદરના માર્ગ પરથી પસાર થઈને મુખ્ય મેદાન સુધી પહોંચશે, જ્યાં સવારે ૧૧:૦૦ વાગ્યે અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થશે.

આ સમાચાર શેર કરો