સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બની ઠગોએ ઉદ્યોગપતિને લગાવ્યો કરોડોનો ચુનો, કેસમાં ચુકાદો પણ આપ્યો
તાજેતરમાં જાણીતા કાપડના ઉદ્યોગપતિ અને વર્ધમાન ગ્રુપના ચેરમેન એસપી ઓસવાલ સાથે 7 કરોડન

તાજેતરમાં જાણીતા કાપડના ઉદ્યોગપતિ અને વર્ધમાન ગ્રુપના ચેરમેન એસપી ઓસવાલ સાથે 7 કરોડની છેતરપિંડી થઇ છે. સાઇબર ક્રાઇમ ગ્રુપે CBIના અધિકારી બનીને એક ફેક વર્ચુઅલ કોર્ટરૂમ બનાવ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બનીને ઓર્ડર પણ આપી દીધો હતો. ઠગોએ ખુદને CBIના અધિકારીના રૂપમાં રજૂ કરી ઓસવાલ પર જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો જેમની ગત વર્ષે સપ્ટેમ્બરમાં EDએ ધરપકડ કરી હતી.
રિપોર્ટ અનુસાર, ઓસવાલ પર પોતાના આધાર કાર્ડનો દૂરઉપયોગ કરી ફેક પાસપોર્ટ અને ડેબિટ કાર્ડ સાથે મલેશિયામાં પાર્સલ મોકલવા અને ધરપકડ વોરંટની ધમકી આપવાનો પણ આરોપ છે. સાઇબર ઠગોએ સ્કાઇપ કૉલ દ્વારા સુપ્રીમ કોર્ટની ફેક સુનાવણી કીરી હતી જેમાં કેસની સુનાવણી CJI કરતા હતા.જોકે, બાદમાં આ ફ્રૉડ સાબિત થયો હતો. ઓસવાલને વ્હોટ્સએપ પર એક ફેક મોહર લાગેલા સુપ્રીમ કોર્ટના આદેશનો એક મેસેજ પણ મળ્યો હતો જેમાં તેમને એક સીક્રેટ એકાઉન્ટમાં 7 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વર્ચુઅલ ફેક કોર્ટરૂમ તૈયાર કર્યો
ઓસવાલે જણાવ્યું, "સ્કાઇપ પર ફેક સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન તેમને જજનો પરિચય જસ્ટિસ ચંદ્રચુડના રૂપમાં કરાવ્યો હતો. જોકે, હું તેમનો ચહેરો જોઇ શક્યો નહતો પરંતુ મને તે વાત કરતા અને મેજ પર હથોડો મારતા જોવા મળતા હતા. લેખિત સુપ્રીમ કોર્ટનો આદેશ એટલો યોગ્ય અને મોહર લાગેલો હતો કે મને વિશ્વાસ થઇ ગયો કે આ અસલી છે અને મે રકમ ટ્રાન્સફર કરી દીધી હતી." ઓસવાલે જણાવ્યું, "મને સુપ્રીમ કોર્ટના કેટલાક અન્ય ફેક દસ્તાવેજ પણ મળ્યા હતા જેમાં આ ઘટનાનો ઉલ્લેખ 'જસ્ટિસ ધનંજય વાઇ ચંદ્રચુડ વર્સિસ શ્રી પોલ ઓસવાલ'ના રૂપમાં કરવામાં આવ્યો હતો."
જ્યારે તેમની એક કંપનીના સીનિયર સભ્યએ આ કેસમાં ગડબડની આશંકા વ્યક્ત કરી ત્યારે ઓસવાલે પોલીસનો સંપર્ક કર્યો હતો. અધિકારીઓએ અત્યાર સુધી 5.25 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે અને ઓસવાલના બેન્ક ખાતામાં પરત કરી દીધા છે. 31 ઓગસ્ટે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક આંતરરાજ્યીય ગ્રુપની ઓળખ કરી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.








