'3 કલાક માટે ED-CBI આપી દો, બધાને જેલમાં નાખી દઇશ', રાજ્યસભામાં સંજય સિંહના નિવેદન પર વિવાદ
રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન વિવાદ થયો છે. રાજ્યસભામાં સંજય સિંહે દિલ્હી ચૂંટણી પહેલા મતદાર યા

રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન વિવાદ થયો છે. રાજ્યસભામાં સંજય સિંહે દિલ્હી ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી નામ કપાવાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે તુગલકાબાદના બૂથ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં મતદારોના નામ કપાવ્યા છે. સંજય સિંહના આ આરોપ પર ઉપસભાપતિ હરિવંશે કહ્યું કે તેને ઓથેંટિકેટ કરો. સંજય સિંહે કહ્યું કે તેને ઓથેંટિકેટ કરીશ. જેના પર નેતા સદન જેપી નડ્ડાએ કહ્યું કે સંજય સિંહે જે મુદ્દો ઉઠાવ્યો છે, નામ કપાવાની જોગવાઇ પણ તે બંધારણમાં છે જેના પર અમે ચર્ચા કરી રહ્યાં છીએ.
સંજય સિંહે સંસદમાં મતદાર યાદીમાંથી નામ કાપવાનો મુદ્દો ઉઠાવ્યો
જેપી નડ્ડાએ કહ્યું કે જોવાની વાત આ છે કે બાંગ્લાદેશી-રોહિંગ્યા તો નથી જેમના નામ કાપવામાં આવી રહ્યાં છે. તે બાદ સંજય સિંહે રામ સિંહ સહિત કેટલાક મતદારોના નામ વાંચ્યા અને કહ્યું કે પૂર્વાચલી ભાઇઓને રોહિંગ્યા-બાંગ્લાદેશી કહેવાની તેમની હિમ્મત કેવી રીતે થઇ. સંજય સિંહે કહ્યું કે આપણા પૂર્વાંચલી ભાઇ મહેનત કરીને પરસેવો વહાવે છે. પૂર્વાંચલના લોકો તેમની જમાનત જપ્ત કરાવશે. આ ચૂંટણી કૌભાંડથી જીતવા માંગે છે. સંજય સિંહે કહ્યું કે આ ચાલ દિલ્હીમાં નહીં ચાલે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોર અને રોહિંગ્યાની વાત થઇ. છેલ્લા 10 વર્ષથી કોની સરકાર છે. શું અહીં ટ્રમ્પની સરકાર છે, શું ઓબામાની સરકાર છે? 10 વર્ષથી અહીં મહામાનવની સરકાર છે. સંજય સિંહે કહ્યું કે, હું પૂછવા માંગુ છું કે સરહદની સુરક્ષાની જવાબદારી કોની છે. બાંગ્લાદેશની સરહદ કોની સાથે જોડાયેલી છે ત્રિપુરા, આસામ, બંગાળ સાથે જોડાયેલી છે. સંજય સિંહે કહ્યું કે કોઇ બાંગ્લાદેશી ત્યાંથી ઝારખંડ, બિહાર, યુપી પાર કરીને દિલ્હી કેવી રીતે આવ્યો.
આમ આદમી પાર્ટીના સાંસદે કહ્યું કે, 10 વર્ષમાં 10 બાંગ્લાદેશી ઘૂસણખોરોને દિલ્હીથી ભગાવ્યા હોય તેનું નામ જણાવો. રાજનીતિ કેમ કરો છો? અદાણી બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે. ભારતની વીજળી ચોરી કરીને બાંગ્લાદેશીઓના ઘરમાં પ્રકાશ લાવો છો અને અમને જ્ઞાન આપો છો. ઝારખંડની વીજળી ચોરી કરીને અદાણી બાંગ્લાદેશને પહોંચાડે છે. આ ડબલ નીતિ નહીં ચાલે. કતારના શેખો સાથે તમે બિઝનેસ કરશો અને અહીંના મુસ્લિમો વિરૂદ્ધ હિંસાની વાત કરશો.
દિલ્હીમાં હિન્દુ-મુસ્લિમ નહીં ચાલે
સંજય સિંહે કહ્યું કે દિલ્હીની ચૂંટણીમાં આવો છો તો શાંતિથી આવજો. અહીં ગંદી રાજનીતિ કરી અને હિન્દુ-મુસ્લિમ કર્યું તો અમે દિલ્હીવાસીઓને શીખવાડી દીધુ છે. તે સ્કૂલ-હોસ્પિટલ કરશે. અહીં તાનાશાહી-દાદાગીરી ના બતાવજો. ત્રણ વખતથી હારી રહ્યાં છો તો વિચારી રહ્યાં છો વોટર લિસ્ટમાં ગડબડ કરાવશું તો કામ નહીં ચાલે. સંજય સિંહે કહ્યું કે આ દેશ બાબા સાહેબના બંધારણથી ચાલશે કોઇના આદેશથી નહીં ચાલે. આ ઇન્ડિયા ગઠબંધન છે, ત્યાં ઇડી ગઠબંધન છે.
આ પણ વાંચો: લોકસભામાં 'વન નેશન,વન ઈલેક્શન' બિલ સ્વીકારાયું, સમર્થનમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા
ત્રણ કલાક માટે ED-CBI આપી દો- સંજય સિંહ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, જે દિવસે સત્તા પરિવર્તન થશે, એક પણ માણસ બહાર નહીં રહે. માત્ર ત્રણ કલાક માટે ED-CBI આપી દો, બધાને જેલમાં મોકલી દઇશ. સંજય સિંહે અદાણીના મુદ્દાને લઇને પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. સંજય સિંહે કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપના લોકો જ્યારે ભ્રષ્ટાચાર પર બોલે છે ત્યારે લાગે છે કે ઓસામા બિન લાદેન અહિંસાનો ઉપદેશ આપી રહ્યો છે. ગાય કાપનારી કંપની પાસેથી દાન લેનારા લોકો મારી ઉપર સવાલ ઉઠાવે છે. દિલ્હીની સરકારને તમે ચાલવા કેમ નથી દેતા? દરેક કામમાં કેમ અડચણ ઉભી કરો છો.
જેપી નડ્ડાએ કહ્યું કે, સંજય સિંહના આરોપો પર કહ્યું કે નામ હટાવવાનો નિયમ છે અને નિયમ હેઠળ કોઇ પણ વ્યક્તિ કોઇ પણ નામ પર આપત્તિ વ્યક્ત કરી શકે છે. નિયમ બધા પર લાગુ થાય છે પછી તે પૂર્વાંચલી હોય કે બાંગ્લાદેશી-રોહિંગ્યા, નિયમ બધા માટે છે.








