'વોટવા ચોર લાગેલા', બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસે VIDEO દ્વારા ચૂંટણી પંચ સામે સાધ્યું નિશાન
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લાંબા સમયથી ભાજપ પર વોટ ચોરીનો આરોપ લગાવતા રહ્યાં છે. રાહુલ ગાંધ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લાંબા સમયથી ભાજપ પર વોટ ચોરીનો આરોપ લગાવતા રહ્યાં છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે 2024 લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયામાં જાણી જોઇને ગડબડ કરવામાં આવી છે.કોંગ્રેસે x પર એક વીડિયો શેર કરીને ભાજપ અને ચૂંટણી પંચ પર વોટ ચોરી મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસે શેર કર્યો વીડિયો
કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કોંગ્રેસે ભાજપ અને ચૂંટણી પંચ પર વોટ ચોરી અને ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવ્યો છે.. આ વીડિયો બિહારી ભાષામાં શેર કરવામાં આવ્યો છે જેના ગાયનમાં કહેવામાં આવ્યું કે ભાજપ અને ચૂંટણી પંચ વોટવા ચોર લાગેલા, વોટિંગમાં ભઇલ ઘોટાલા, રાહુલ ભઇયા કા ખુલાસા.NDA ચોર લાગેલા, બીજેપી ચોર લાગેલા.
બિહારમાં કોંગ્રેસની મતદાર અધિકાર યાત્રા
રાહુલ ગાંધીએ રવિવારે સાસારામથી પોતાની મતદાન અધિકાર યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા 16 દિવસ સુધી ચાલશે અને બિહારના 20 જિલ્લામાં લગભગ 1300 કિલોમીટર ફરશે. શરૂઆતમાં આ યાત્રામાં લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સામેલ થયા હતા જ્યારે આગામી દિવસોમાં ડાબેરી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષના નેતા પણ સામેલ થશે. મહત્ત્વપૂર્ણ છે કે SIR વિરૂદ્ધ રોડથી લઇને સંસદ સુધી વિપક્ષના 300 સાંસદોએ રેલી કાઢી હતી અને તેમની અટકાયત પણ કરવામાં આવી હતી.








