‘રાજા-મહારાજાઓનો તો અંગ્રેજો સાથે ગહેરો નાતો હતો એ સમયે..’ PM મોદીનો વીડિયો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે કર્યો ટ્વીટ
ગુજરાત : રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પ

ગુજરાત : રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી બાદ રાજ્ય અને દેશનું રાજકારણ ગરમાયું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહેલા ક્ષત્રિયોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે ત્યારે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા કરેલ ભાષણનો એક વીડિયો ટ્વીટ કર્યો છે.
શક્તિસિંહ ગોહિલે વીડિયો ટ્વીટ કરતા લખ્યું છે કે, “નીચેની વિડીયોમાં દેશના પ્રધાન મંત્રીશ્રી દેશની સંસદમાં આવી ખોટી વાત કરે છે કે દેશને લુટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓને ખુબજ ગહેરો સબંધ રહ્યો હતો. આ પ્રકારની વાત એ યોગ્ય નથી. અંગ્રેજો તો ઇચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થઈ જાય પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીસાહેબએ સામે ચાલીને સરદાર પટેલસાહેબને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપીને દેશને ખંડિત થતા બચાવ્યો. જેતે સમયે કોંગ્રેસ પક્ષની સરકારે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબને મદ્રાસરના ગવર્નર બનાવી તેઓનું સન્માન કર્યું હતું.”
વીડિયોમાં વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે, “આદરણીય સભાપતિ જી, આ સદનમાં અંગ્રેજોને યાદ કરવામાં આવ્યા, હવે રાજા-મહારાજાઓનો તો અંગ્રેજો સાથે ગહેરો નાતો હતો એ સમયે”
https://publish.twitter.com/?url=https://twitter.com/shaktisinhgohil/status/1784534678072156325






