કોંગ્રેસ MLA મુકેશ ભાકર 6 મહિના માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ, જાણો શું છે કારણ
રાજસ્થાન વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ ભાકરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્ય

રાજસ્થાન વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ ભાકરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ સ્પીકરે ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી.
સરકારના ચીફ વ્હીપ જોગેશ્વર ગર્ગે ગૃહમાં સસ્પેન્શનની દરખાસ્ત રજૂ કરતી વખતે કહ્યું, 'ગઈકાલે ગૃહની કાર્યવાહી દરમિયાન એક સભ્ય દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. અભદ્ર વર્તનના કારણે તેમને ગૃહમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તેમણે નિયમોનું પાલન કર્યું નથી. આ જ સભ્યએ ગઈકાલે બે ગાર્ડને માર માર્યો હતો, જેમાંથી એક મહિલા ગાર્ડ છે. આ પ્રક્રિયા અને વર્તનથી પરેશાન થઈને તેને 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ છે.
વિધાનસભામાં થઈ હતી ઝપાઝપી
સોમવારે સાંજે અધ્યક્ષ સંદીપ શર્માએ સસ્પેન્ડેડ ધારાસભ્ય મુકેશ ભાકરને ગૃહમાંથી બહાર જવા કહ્યું હતું. આ પછી માર્શલ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તણાવ અને ઝપાઝપી થઈ હતી. મહિલા કોંગ્રેસ ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે માર્શલે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. તેના વિરોધમાં સોમવારે સાંજે 4.30 વાગ્યાથી કોંગ્રેસના 50 જેટલા ધારાસભ્યો ગૃહમાં હડતાળ પર બેસી ગયા હતા.






