VIDEO: 'ભાજપ અનામતના સમર્થનમાં છે, કોંગ્રેસે મારો ફેક વીડિયો વાયરલ કર્યો': અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફેક વીડિયો મામલે કોંગ્રેસને આડે હાથ લીધી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે ગુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફેક વીડિયો મામલે કોંગ્રેસને આડે હાથ લીધી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે ગુવાહાટીમાં કહ્યું કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવીને ગેરમાર્ગે દોરે છે. ધર્મના આધારે અનામત બંધારણીય નથી. મારો એક નકલી વીડિયો બનાવીને ફેલાવવામાં આવી રહ્યો છે. પરંતુ ફરી એકવાર હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભાજપ એસસી, એસટી અને ઓબીસી અનામતના સમર્થનમાં છે.
https://twitter.com/amitmalviya/status/1785177240898302456
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બે તબક્કાની ચૂંટણીઓ પછી, અમારા આંતરિક મૂલ્યાંકનના આધારે અમે કહી શકીએ છીએ કે ભાજપ અને તેના સાથી પક્ષોએ 100 (સીટો)થી વધુનો આંકડો પાર કરી લીધો છે. અમને વિશ્વાસ છે કે અમે 400 પારના સંકલ્પ તરફ આગળ વધી રહ્યા છીએ. શરૂઆતના વલણો મુજબ ભાજપને દક્ષિણ ભારતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું, "કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવીને લોકોના મગજમાં ગેરસમજ ઉભી કરવા માંગે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભાજપ એસસી, એસટી અને ઓબીસી માટે અનામતનો સમર્થક છે અને હંમેશા તેના રક્ષક તરીકે કામ કરશે. પીએમ મોદીએ તેમના જાહેર ભાષણોમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ રાજકીય પક્ષે એસસી, એસટી અને ઓબીસીને લૂંટ્યા છે તો તે કોંગ્રેસ પાર્ટી છે.
https://twitter.com/AHindinews/status/1785176725099270559
જણાવી દઈએ કે, 'ફેક વીડિયો'માં તેલંગાણામાં મુસ્લિમો માટે ધાર્મિક આધાર પર આરક્ષણ ખતમ કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા શાહના નિવેદનને તોડી મરોડીને એવી રીતે રજૂ કરાયું કે જાણે એવું લાગે કે તે તમામ પ્રકારના આરક્ષણને સમાપ્ત કરવાની વકાલત કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણી), 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), કલમ 465 (બનાવટ), 469 (કોઈપણ પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી બનાવટી), અને 171G (ચૂંટણીના પરિણામને પ્રભાવિત કરવાના હેતુથી ખોટા નિવેદન પ્રકાશિત કરવા) અને માહિતીના સંબંધિત વિભાગોની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.






