મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'ન ટાયર્ડ હું, ન રિટાયર્ડ હું...', હરિયાણાના મુખ્યમંત્રીની દાવેદારીના સવાલ પર કોંગ્રેસ નેતા હુડ્ડાનો હુંકાર

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ અગાઉ કોંગ્રેસના

VIDEO: 'ન ટાયર્ડ હું, ન રિટાયર્ડ હું...', હરિયાણાના મુખ્યમંત્રીની દાવેદારીના સવાલ પર કોંગ્રેસ નેતા હુડ્ડાનો હુંકાર

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ મુખ્યમંત્રીની દાવેદારી અંગે કહ્યું કે, હું થાક્યોય નથી અને રિટાયર્ડ પણ થયો નથી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મુખ્યમંત્રીની પસંદગી અંગે હાઈકમાન્ડનો અંતિમ નિર્ણય દરેકને સ્વીકાર્ય હશે. પત્રકારોને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડાએ 2005-2014 વચ્ચે તેમના નેતૃત્વમાં પ્રદાન કરેલા સુશાસનના દિવસોની વાત કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થા ફરી એક વાર પડી ભાંગી છે, જેમ કે 2005માં તેમના મુખ્યમંત્રી બન્યા પહેલા થયું હતું.

તેમણે કહ્યું કે હરિયાણાની તમામ 10 લોકસભા સીટો પર કોંગ્રેસના વોટ શેરમાં વધારો થયો છે. તમામ 90 વિધાનસભા બેઠકો ઉપર પણ કોંગ્રેસના વોટ શેરમાં  વધારો થયો છે. લોકોએ કોંગ્રેસને સત્તા માટેનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર વિશે વારંવાર કરાતા સવાલ અંગે કહ્યું કે, ધારાસભ્યોનો અભિપ્રાય લેવામાં આવશે અને પછી હાઇકમાન્ડ અંતિમ નિર્ણય લેશે. જે નિર્ણય લેવામાં આવશે તે દરેકને સ્વીકાર્ય રહેશે. કોંગ્રેસે તમામ બેઠકો પર સારો દેખાવ કર્યો છે. મુખ્યમંત્રી બનવાની તેમની મહત્વાકાંક્ષા વિશે વારંવાર પૂછવામાં આવતા 77 વર્ષીય હુડ્ડાએ કહ્યું કે, હું ફરી કહું છું કે હું થાક્યો નથી કે નિવૃત્ત થયો નથી.

આ સમાચાર શેર કરો