લોકસભા ચૂંટણી : મનોજ તિવારી સામે કન્હૈયા કુમારને ટિકિટ આપી, કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી
એક તરફ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસે

એક તરફ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસે રવિવારે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસે ઉત્તર-પૂર્વ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે આ બેઠક પર મનોજ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોંગ્રેસ અને આપ પાર્ટી ઈન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ત્રણ બેઠકો પર અને આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર ચૂંટણી લડશે.
કોંગ્રેસે પંજાબના 6 ઉમેદવારના નામ કર્યા જાહેર
કોંગ્રેસે આજે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં દિલ્હીના ત્રણ, ઉત્તર પ્રદેશના 1 અને પંજાબના 6 એમ કુલ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેપી અગ્રવાલને ચાંદની ચોકથી ટિકિટ આપી છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજ ચૂંટણી લડશે. પ્રયાગરાજ સીટ પરથી ઉજ્જવલ રમણ સિંહને ટિકિટ આપી છે.
અત્યાર સુધીમાં 272 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે શનિવારે ઉમેદવારની 15મી યાદી જાહેર કરી હતી. ત્યારે આજે વધુ એક યાદી જાહેર કરી છે. પરિણામે અત્યાર સુધીમાં 272 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.






