મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મોદી-અદાણી એક હે સેફ હે', સંસદ પરિસર બહાર સતત બીજા દિવસે કોંગ્રેસનું પ્રદર્શન

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ અદાણીને લઇને સંસદ પરિસરની બહાર

'મોદી-અદાણી એક હે સેફ હે', સંસદ પરિસર બહાર સતત બીજા દિવસે કોંગ્રેસનું પ્રદર્શન

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ અદાણીને લઇને સંસદ પરિસરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ સાંસદ કાળા રંગનો જેકેટ પહેરીને સંસદ બહાર પ્રદર્શન કર્યું હતું. જેકેટ પર 'મોદી અદાણી એક હે સેફ હે' સુત્ર લખેલુ હતું.

PM મોદી અને અદાણી એક- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ફરી એક વખત અદાણીને લઇને પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, "મોદીજી અદાણીજીની તપાસ નથી કરાવી શકતા કારણ કે જો તે આમ કરે છે તો તે ખુદ પોતાની જ તપાસ કરાવી રહ્યાં હશે. મોદી અને અદાણી એક છે...બે નથી, એક છે."

PM મોદીએ જવાબ આપવો જોઇએ

અદાણી મુદ્દે JPC રચના કરવાની વિપક્ષી સાંસદોની માંગ પર કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ ઓઝલાએ કહ્યું, "ભારતીય વેપારીઓના ચરિત્ર અને પ્રતિષ્ઠા પર વૈશ્વિક સ્તર પર નિશાન લાગી ગયું છે. કેટલાક દેશોએ તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે કારણ કે તે ભ્રષ્ટાચારમાં સામેલ છે. વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઇએ અને આ મામલે JPCની રચના કરવી જોઇએ. એક વ્યક્તિ આખા દેશની છબી ખરાબ કરી રહ્યો છે."

આ સમાચાર શેર કરો