Video: ત્રિપુરાના અગરતલામાં ભાજપ-IPFT ગઠબંધનની રેલીમાં જીતનો વિશ્વાસ

સોર્સ: gstv

ત્રિપુરાના અગરતલામાં આગામી 27 નવેમ્બરે યોજાનારી અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પ્રચારના ભાગરૂપે રામનગર વિસ્તારમાં ભાજપ અને IPFT ગઠબંધન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. આ દરમિયાન ત્રિપુરા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અભિષેક દેબરોયે તમામ વોર્ડમાં જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ચૂંટણીમાં ગઠબંધનની સફળતાનો દાવો કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત