Video: ત્રિપુરાના અગરતલામાં ત્રણ પિસ્તોલ અને 50 કારતૂસ સાથે બેની ધરપકડ

ત્રિપુરાના અગરતલામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 50 કારતૂસ, છ મેગેઝિન અને બે મોબાઇલ ફોન મળી આવ્યા છે. પશ્ચિમ ત્રિપુરાના ASP સિદ્ધલિંગપ્પા કે. પૂજારે જણાવ્યું કે બંને શખ્સો બહારથી આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ બિહારથી આવ્યા હોવાની વાત કરી છે, જોકે તેમના મૂળ સ્થળ અને હથિયારો કોને પહોંચાડવાના હતા તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
જાહેરાત







